550 લિટર દેશી દારૂનો જથ્થા સહિત 6,12,000/- નો મુદ્દામાલ કબજે: બે અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા વાંકાનેર: વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે આજે પેટ્રોલીંગ દરમિયાન રંગપર ગામના પાટિયા પાસેથી એક બોલેરો પીકઅપ કારમાંથી 550 લિટર દેશી દારૂનો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે રંગપર ગામના પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન બોલેરો પીકઅપ આવતા તેને રોકાવીને તપાસ કરતા, બોલેરો પીકઅપના પાછળના ભાગે સફેદ તાડપત્રી નીચેથી રૂ. 1,10,000ની કિંમતનો 550 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો આ ઉપરાંત, બોલેરો પીકઅપ કાર (કિંમત રૂ. 5,00,000/-) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 2,000/-) સહિત પોલીસે કુલ રૂ. 6,12,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે મૂળ મહીસાગર જિલ્લાના અને હાલ સુરેન્દ્રનગરમાં ખેતી કરતા નરેશભાઈ રામાભાઈ ડામોરને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા. તેમજ આરોપીની પૂછપરછમાં, દારૂનો જથ્થો ભરી આપનાર અરવિંદભાઈ લાલજીભાઈ ઓતરાડીયા (રહે. ચીરોડા, જિ. સુરેન્દ્રનગર) અને દારૂ મંગાવનાર ડિમ્પલબેન (રહે. મોરબી)ના નામ ખુલ્યા છે. આ બંને આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.