વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામે ખેતમજૂર યુવાનને ઝરી જનાવર કરડ્યા બાદ તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામે આવેલ સિમ વિસ્તારમાં વાડીમાં ખેતમજૂરી કરીને ત્યાંજ રહેતા ગણપતભાઈ કાળુંભાઈ મૈયા ઉ.વ.22 નામનો યુવાન ગત તા.14 સપ્ટેબરના રોજ રાત્રે સૂતો હતો.તે સમયે અચાનક કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગેના રાજકોટ તરફથી આજે કાગળિયા આવતા વાંકાનેર તાલુકા પીલિસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274