વાંકાનેર : તારીખ 21 ફેબ્રુઆરીના રોજ વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની પીએમશ્રી વરડુસર પ્રાથમિક શાળા ખાતે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાંકાનેર બીઆરસી કો.ઓર્ડિનેટર પરમાર મયુરસિંહ, જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ, નરેન્દ્રસિંહ એસ. મેસરિયા, સીઆરસી ગઢિયા દિવેશભાઈ, લુણસર સીઆરસી વાઘેલા ભાવેશભાઈ, રાજગઢ પ્રાથમિક શાળાના આચાર્ય ચૌધરી રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આવેલા તમામ મહેમાનોને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બીઆરસી પરમાર મયુરસિંહ દ્વારા રીબીન કાપી સાયન્સ ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પીએમશ્રી શાળા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સાયન્સ ફેરમાં પ્રદર્શિત કરેલી કૃતિના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવકારવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ભરાડિયા રેખાબેન અને એસએમસીના અધ્યક્ષ પંચાસરા અશોકભાઈ અને શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.