વાંકાનેર : વાંકાનેરના પંચાસીયા ગામે આવેલ પેપર મિલમાં મજુરી કામ કરતી વખતે શ્રમિક કન્વે બેલ્ટમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસમાંથી આ બનાવની મળતી વિગત અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ વાંકાનેરના પંચાસિયા ગામે આવેલ ગોપાલ ક્રિષ્ના પેપર મિલમાં રહીને મજુરી કામ કરતા રાજુ સીતારામભાઈ સોન્ડું ઉ.વ.20 નામનો યુવાન ગત.તા.12ના રોજ કન્વે બેલ્ટમાં માલ નાખી રહ્યો હતો.તે વખતે અકસ્માતે કન્વે બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજા પામેલા આ શ્રમિકનું મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.