વાંકાનેર : કાજલબેન પ્રશાંતભાઈ ઘાઘરેટીયા વડનગર, સુરેન્દ્રનગર નામની પરણીતાં ઘરેથી ચોટીલા જવાનું કહ્યા બાદ ગુમ થઈ જતા આ મામલે વાંકાનેર શહેર પોલીસ મથકમાં હકુબેન વિનુભાઈ મેર ઉં.વ. ૩૫, રહે. ચોટીલા, કુંભારા મોટીવાડી વાળાએ ગુમસુધા નોંધ કરાવી છે જેમાં જણાવ્યા મુજબ ગુમ થનાર કાજલબેન શરીરે મજબુત બાંધાના વાને શ્યામ, મોઢુ ગોળ અંગૂઠા પાસે “P.K” ત્રોફાવેલ છે. જો કોઈને પતો મળે તો વાંકાનેર સીટી પોલીસને જાણ કરવી.