હજારોની કિંમતનો ઘાસ ચારો બળી ગયાનો અંદાજ વાંકાનેર : વાંકાનેરના દિવાનપરામાં આવેલ આવેલ પાંજરાપોળના ઘાસના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં સૂકું ઘાસ પડ્યું હોવાના કારણે ગણતરીની મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કારણે ગોડાઉનમાં રહેલું ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં પાંજરાપોળ માં રહેલા પશુધનને કોઈ ન જાન હાનિ ન થતા હાજર લોકોને રાહતનો શ્ર્વાસ લીધો હતો.પ્રાથમીક તપાસમાં આગ શૉક સર્કિટને કારણે લાગી હોવાનો અંદાજ લગાવાઈ રહ્યોં છે આગનું સાચુ કારણ તપાસ બાદ જ સામે આવી શકશે.