વાંકાનેર : વાંકાનેર તાલુકાના તરકીયા ગામમાં પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધી છે. જો કે ભઠ્ઠી ચલાવનારા નાસી છૂટ્યા હોય પોલીસે શોધખોળ ચાલુ કરી છે. વાંકાનેરના તરકીયા ગામમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડતા દારૂ બનાવનાર નાસી છૂટ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી પીવાનો ગરમ દેશી દારૂ લી. 5 (કિ.રૂ. 100), ઠંડો દેશી દારૂ લી. 100 (કી.રૂ. 2000), ગરમ આથો લી. 400 (કિ.રૂ. 800), ઠંડો આથો લી. 600 (કિ.રૂ. 1200) તથા ભઠ્ઠી ગાળવાના સાધનો કિ.રૂ. 200 મળી કુલ રૂ. 3700નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દરોડા બાદ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વીજયભાઇ ભુપતભાઇ મકવાણાની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહીં હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.