વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 20ના રોજ ઢુવા ગામમાં ઢુવા ચોકડી નજીક પુલ પાસે સંજયભાઇ ભુપતભાઇ જંજરીયાને વ્હીસ્કીની 1 બોટલ (કી.રૂ. 300) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે કરી આરોપી સંજયની અટકાયત કરી છે.