વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા-માટેલ રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બીયર ટીનનો જથ્થો ભરી હેરાફેરી કરતી એક કારને પકડી પાડી છે. પોલીસે કાર અને દારૂ મળી કુલ ₹ 3,30,000 ની કિંમતનો મુદ્દામાલ ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ભાગી છૂટવામા સફળ રહ્યો છે. તાલુકા પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે, ઢુવા ચોકડી પાસે રોડ પરથી શંકાસ્પદ કાર (રજી. નંબર GJ-36-AF-1469, મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર)નો પીછો કરવામાં આવ્યો હતો. પોલીસે કારમાંથી અંદાજિત રૂ. 30,000 ની કિંમતના 'માઉન્ટ્સ 6000 ઓરિજનલ સુપર સ્ટ્રોંગ બીયર' (500 મિ.લી., મધ્યપ્રદેશમાં વેચાણ માટે)ના 240 ટીન ઝડપી પાડ્યા હતા. પોલીસે કારની બાજુની સીટ પર બેઠેલ આરોપી લાલજીભાઈ પ્રવીણભાઈ ડાભી (રહે. મોરબી, મૂળ દુધઈ) ને પકડી પાડ્યો હતો. જોકે, નાશી છુટેલ કાર ચાલક અલ્પેશ ઉર્ફે ભોલો રાજેન્દ્રસિંહ ચાવડા (રહે. વગડીયા, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર) ને પકડવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં પી.એસ.આઇ. બી.વી. પટેલ, એ.એસ.આઈ. સુરેશભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ. અરવિંદભાઈ બેરાણી, કિર્તીસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા સહિતના પોલીસ કર્મચારીઓ રોકાયેલા હતા.