ઝેરી દવા પી આપઘાત કરવા પ્રકરણમાં પોલીસે કલમ ૩૦૬ મુજબ ગુન્હો દાખલ કર્યો મોરબી : વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરવા પ્રકરણમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપી પતિ,નણંદ અને સાસરિયા વિરુદ્ધ મરવા મજબૂર કરવા અંગેનો ગુન્હો નોંધતા ચકચાર જાગી છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતી ઊર્મિલાબેનના લગ્ન વિક્રમભાઈ સોલંકી સાથે થયા હતા અને લગ્નજીવન બાદ પતિ વિક્રમભાઈ ઝલાભાઈ સોલંકી અને નણંદ ગીતાબેન સહિતના સાસરિયાઓ ઊર્મિલાબેનને ઘરકામ બાબતે, રસોઈ બાબતે તથા અન્ય રીતે શારીરિક માનસિક હેરાન કરતા હોય ઊર્મિલાબેને ગત તારીખ ૧૯ ના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. દરમિયાન આ મામલે મૃતક ઊર્મિલાબેનના માધાપર ગામે રહેતા ભાઈ સાયરભાઈ દિલુભાઈ મકવાણાએ આ બાબતે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોતાની બેનને સસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરી હોવાનું પતિ, નણંદ સહિતનો વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે કલમ ૩૦૬ મુજબ પતિ વિક્રમભાઈ અને નણંદ ગીતાબેન સહિત ત્રણ સામે ગુન્હો દાખલ કર્યો છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકના પીએસઆઇ એચ.એન.રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.