મોરબી: વાંકાનેર નજીક ટાટા વેન્ચર કારમાં રૂ. ૬૪,૮૦૦ની કિંમતના ૨૧૬ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર નજીક ટાટા વેન્ચર કારમાં વિદેશી દારૂ ની ૨૧૬ બોટલ કિંમત રૂ.૬૪,૮૦૦ સાથે બાબુભાઇ ભારતાભાઈ પરમાર ઉ.વ. ૨૮ રહે. કાકડખિલા, તા.ધાનપુર, જી. દાહોદ વાળાને પકડી પાડવામાં આવ્યો હતો. વાંકાનેર પોલીસે દારૂ અને કાર મળી કુલ ૩.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.