વાંકાનેર : વાંકાનેરના ઢુંવા ખાતે આવેલ યુરોકોન વિટરીફાઇડ સીરામીક ફેકટરીમાં કામ કરતા આદિવાસી યુવકનું કામ કરતી વેળાએ અકસ્માતે મોત નિપજતા પોલીસે તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના ઢુંવા નજીક આવેલ યુરોકોન સીરામીક ફેકટરીમાં શ્રવણ નારણભાઇ ભુરિયા ઉ.૧૬ નામનો આદિવાસી સગીર કામ કરતો હતો ત્યારે અકસ્માતે આ શ્રમિકને ઇજા થતાં સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં શ્રમિક સગીરનું મોત થયું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલોસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.