યુવાનના પગ પર ટ્રકના વ્હીલ ફરી જતા રાજકોટ ખસેડાયો મોરબી : વાંકાનેરના જોધપર નજીક પુરપાટ જતી ઇકો કારે બાઇક સવાર યુવાનને ઠોકર મારતા યુવાનના પગ પર ટ્રક ફરી વળતા ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો છે. જાણવા મળ્યા મુજબ ગારીડા ગામનો આરીફ માથાકીયા નામનો યુવાન પોતાનું બાઈક લઈને કામ સબબ વાંકાનેર આવી રહ્યો હતો. ત્યારે જોધપર ગામ નજીક તેને ઇકો કારે ઠોકર મારતા બાઈક સાથે યુવાન ફંગોળાઈ ગયો હતો અને પાછળથી આવતા ટ્રકનું વ્હીલ તેના પર પગ ફરી વળતા યુવાનને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર માટે પ્રથમ બાલાપીર ટ્રસ્ટ દવાખાને ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.