પ્રથમ સાધારણ સભામાં બજેટને લીલીઝંડી આપતા નવનિયુક્ત શાસકો (કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેર નગર પાલિકાનાં નવા ચુંટાયેલા સદસ્યોની પ્રથમ સાધારણ સભા નગર પાલિકા કચેરી ખાતે યોજાઈ હતી,સને 2021 - 22 નાં વર્ષનું બજેટ પત્રક રજુ કરવામાં આવ્યું હતું. નવ નિયુક્ત પ્રમુખ જયશ્રીબેન સેજપાલનાં અધ્યક્ષ સ્થાને પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી જેમાં વાંકાનેર નગર પાલિકાનું વર્ષ 2021 - 22 નાં વર્ષ નું બજેટ મંજુર કરવા યોગ્ય ઠરાવ કરવા સહિતનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં 111,10,27,250 ની આવક સામે વિવિધ કામો સબબ 100,63, 09,275 નાં ખર્ચ સાથે બજેટની એકંદર તારીજ રજૂ કરવામાં આવી હતી, અને આમ એકંદરે 11 કરોડનું પુરાંત વાળું બજેટ રજૂ કરાયું હતું.