ગઈકાલે દિગ્વિજયનગર વિસ્તારમાં માત્ર એક શેરીમાં જ કામગીરી કરાતા રોષ (કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે વાંકાનેર નગરપાલિકા દ્વારા યુધ્ધનાં ધોરણે દિગ્વિજયનગર વિસ્તારમાં સેનેટાઈઝેશન કામગીરી શરૂ તો કરી પરંતુ માત્ર એક-બે શેરીમાં જ કામગીરી કરાતા રોષ ઉઠવા પામ્યો હતો. સમગ્ર વાંકાનેર શહેરમાં તાવ, શરદી, ઉધરસ અને કોરોનાનાં કેસ પણ વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે નગરપાલિકા દ્વારા દિગ્વિજયનગર વિસ્તારમાં યુધ્ધનાં ધોરણે સેનેટાઈઝેશન કામગીરી શરૂ તો કરાઈ હતી પરંતુ માત્ર એક-બે શેરીમાં જ કામગીરી કરાતા રોષ ઉઠવા પામ્યો હતો. જો કે હાલની પરિસ્થિતિ જોતા સમગ્ર શહેરમાં સેનેટાઈઝેશનની માંગ ઉઠી રહી છે. જ્યારે નગરપાલિકા દ્વારા માત્ર ફોગીંગ કરાય છે. આ બાબતે સત્તાધીશોનો સંપર્ક સાધતા હાલ ઓક્સિજનની વ્યવસ્થામાં સ્ટાફ રોકાયો હોય, વહેલી તકે શહેરનાં દરેક વિસ્તારમાં સેનેટાઈઝેશન કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.