વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે વરમોરા સીરામીક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકની સગીરવયની પુત્રીને આજ કારખાનામાં કામ કરતો શખ્સ બદકામ કરવાને ઇરાદે ભગાડી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે સીરામીક ફેકટરીમાં કામ કરતા પિતા એ તેની ૧૬ વર્ષ ૭ માસની ઉંમરની પુત્રીને તે જ સીરામીકમાં જ કામ કરતો ધર્મેશ બાબુલાલ નામનો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા ફરિયાદ નોંધાઇ છે. સગીરાના અપહરણ આ બનાવ મામલે સીપીઆઈ ભટ્ટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે