વાંકાનેર : ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ વાંકાનેર દ્વારા માર્ચ એન્ડિંગની રજા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તા. 26 માર્ચથી 1 એપ્રિલ દરમ્યાન માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તા. 26-3-2025ને બુધવારથી તા. 1-4-2025ને મંગળવાર સુધી માર્ચ એન્ડિંગની માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે. રજાના દિવસો દરમ્યાન કોઈ પણ જાતની જણસી યાર્ડમાં ઉતારવા દેવા આવશે નહીં. તેમજ તા. 1-4-2025ને મંગળવારના બપોરના 2 કલાકથી ઉતારવા દેવામાં આવશે. જેની દરેક દલાલ ભાઈઓ, વેપારીઓ અને ખેડૂતોએ નોંધ લેવી તેમ યાદીમાં જણાવાયું છે.