વાંકાનેર : આજ રોજ વાંકાનેરમાં મચ્છો માતાજીનાં મંદિર ખાતે માલધારી સમાજ દ્વારા આયોજિત હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓના વિદાય સમારંભ અને અષાઢી બીજની શોભાયાત્રા અન્વયે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા. અને વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે માલધારી સમાજ દ્વારા જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.