મોરબી : વાંકાનેરના સીંધાવદર તથા કણકોટ તથા લાકડધારની સીમમાંથી તસ્કરો વીજળીના થાંભલે ચડી એલ્યુમિનિયમનો વાયર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના સિંધાવદર, કણકોટ અને લાકડધારની સીમમાંથી અજાણ્યા ઈસમો વાયર ચોરી જતા પીજીવીસીએલના વાસુદેવભાઈ છગનભાઈ જેઠલોજા ઉવ-૩૪ ધંધો-નોકરી રહે- મોરબી બોની પાર્ક રાજપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૦૨ રવાપર ગામ વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ PGVCL કંપનીના કાર્યક્ષેત્ર વાંકાનેર વિસ્તારમાંથી કોઈ અજાણ્યા માણસોએ વિજ કંપનીના પોલ થાંભલા ઉપર એલ્યુમીનીયમ વાયરો કુલ લંબાઇ ૩૨૪૯ મીટર જેની કુલ કિ.રૂ. ૭૮૭૫૬/- ની ચોરી કરી લઈ જઈ ગુન્હો કરતા આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.