વાંકાનેરના રસીક્ગઢ ગામે મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ચોરીનું કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું હોય ગામના જાગૃત નાગરિક દ્વારા પોલીસને સો નંબર પર ફરિયાદ કરતાં નદીના પટમાં પોલીસ દ્વારા ત્રણ ડમ્પર અને એક જેસીબી પકડી પાડવામાં આવેલ અને કાયદેસરની કાર્યવાહી માટે સિટી પોલીસ મથકે આ ઝડપેલા વાહન મુકવામાં આવેલ ફરિયાદી દ્વારા સિટી પોલીસ મથકે તપાસ કરતાં ત્યાં જેસીબી જોવા મળેલ નહીં અને આ ત્રણ ડમ્પરો વિરુદ્ધ ગેરકાયદેસર રેતી ખનનનો કેસ કરવાને બદલે સામાન્ય કાગળો નો હોવાનો મેમો આપવામાં આવેલ હોવાનું જણાતા ફરિયાદી દ્વારા સિટી પીઆઇ અને એસપી સાહેબ ને અરજી કરી આ ગેરકાયદેસર રેતી ખનન કરતા ઈસમો સામે પગલાં ભરવાની માંગ કરી છે