વાંકાનેર : વાંકાનેરના વીરપરમાં રહેતી પરણીતા સાથે તેના કૌટુબીક કાકાએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ થતા પોલીસે આરોપીને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા છે. જાણવા મળતી વિગત મુજબ મૂળ વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહતી અને લગ્ન બાદ મુળી તાલુકાના ખાટડી ગામે રહેતી પરણીતા એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જેમાં તેના જ ગામનો યુવાન વિજય રૂપા તેને પરેશાન કરતો હોવાથી તેની સાથે પરણીતા ના પિતાને બોલચાલી થઇ હતી જેમાં તેના પિતા અને તેમના કાકા દ્વારા તાલુકા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. આ મામલે કૌટુબીક કાકા રાજુભાઈ રીબડીયા રહે નવાપર વાળો પરિણીતાના ઘરે આવ્યો હતો અને તેણીના પિતાને કહ્યું હતું કે આપણે જે ગઈકાલે અરજી કરી છે તેનો જવાબ લખાવ જવાનું કહી પરિણીતાને તેમની સાથે બાઈક પર બેસવાનું કહી નીકળી ગયા હતા. પરંતુ કૌટુંબિક કાકાના મગજમાં હવસ સવાર થતા પરિણીતાને માટેલ જામસર ચોકડી થી મક્તાનપર રોડ પર થોડે દુર વેલનાથ ની જગ્યા સામે લઈ ગયો હતો જ્યાં ખુલ્લા રૂમ પાસે બાઈક ઉભું રાખી પરિણીતાને અવાવરું જગ્યામાં ઢસડી ને લઇ ગયા હતા અને બળજબરી કરતા પરિણીતાએ રાડા રાડી કરતા લોકો આવી ગયા હતા અને હવસખોર ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા તાલુકા પી.એસ.આઈ જી.આર.ગઢવી દ્વારા તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.