વાંકાનેર : વાંકાનેરના અમરસર ફાટક નજીક જમાઈ સાથે બાઇક પર રાજકોટ આવી રહેલા મહિલાનું ચાલુ બાઈકે પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેરના અમરસર ફાટક નજીક પોતાના જમાઈ પરેશભાઈ સાથે રાજકોટ તરફ આવી રહેલા અનસૂયાબેન નાનજીભાઈ કેરાલિયા ઉ. ૫૫, રે. ગાંધીસ્મૃતિ સોસાયટી, પેડક રોડ રાજકોટ વાળાને અચાનક ઉલટી થઈ હતી અને બાઇક પરથી નીચે પડી ગયા હતા. વધુમાં બાઇક પરથી પડી ગયેલા અનસૂયાબેનને પ્રથમ વાંકાનેર સારવાર આપવામાં આવી હતી અને બાદમાં રાજકોટ ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.