લઘુરુદ્ર યજ્ઞ, મહાપ્રસાદ તેમજ સંતવાણીના આયોજનમાં ઉમટી પડવા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ વાંકાનેર : શ્રી જોગજતી ગ્રુપ દ્વારા વિક્રમ સવંત ૨૦૭૫, ફાગણ સુદ ૧૪ અને તા.૪ માર્ચને સોમવારે શ્રી શ્રી ૧૦૦૮ ગુરુદેવ શ્રી રણછોડદાસ બાપુની ૩૩મી પુણ્યતિથીની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે તા.૪ માર્ચને સોમવારના રોજ સવારે ૮કલાકે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ શરૂ થશે. સાંજે ૪:૩૦ કલાકે યજ્ઞમાં બીડું હોમવાનો સમય રાખ્યો છે. સાંજે ૬ કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯:૩૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંતવાણીમાં જાણીતા ભજનીકો પ્રવીણભાઈ સુરદાસ, દલસુખભાઈ પ્રજાપતિ તેમજ ભાવેશભાઈ પટેલ ભજનોની રમઝટ બોલાવશે. જોગજગતી હનુમાનજી ગુફાની જગ્યામાં રામટેકરી, વાંકાનેર ખાતે ભજન, ભોજન અને આધ્યાત્મિક સંસ્કારના ત્રિવેણી સંગમ જેવા આ આયોજનમાં ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.