વેપારી સંગઠનોએ જાહેર કરેલા અડધા દિવસના લોકડાઉનને ક્ષૌરકર્મ ધંધાદારી એસોસિએશનને ટેકો આપ્યો વાંકાનેર : વાંકાનેર પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વાંકાનેરમાં વધુ કોરોનાનું સંક્રમણ ટાળવા માટે વાંકાનેરના મોટાભાગના વેપારી એસોસિએશન દ્વારા 30 એપ્રિલ સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને ક્ષૌરકર્મ ધંધાદારી એસોસિએશનને ટેકો આપી હેર સલૂનના ધંધાર્થીઓ અડધો દિવસ દુકાનો બંધ રાખશે તેવું જાહેર કર્યું છે. વાંકાનેરમાં કોરોનાની છેલ્લા 15 દિવસથી ગંભીર પરિસ્થિતિ છે. કોરોનાના વધતા જતા વ્યાપને લઈને વાંકાનેરના મોટાભાગના વેપારી એસોસિએશન દ્વારા 30 એપ્રિલ સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દુકાનો માત્ર બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણયનો અમલ પણ કરવામાં આવ્યો છે. ત્યારે કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા આ અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનમાં અન્ય વેપારી સંગઠનોને જોડવવાનું આહવાન કરતા વાંકાનેર ક્ષૌરકર્મ ધંધાદારી એસોસિએશનને અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનને ટેકો આપી હેર સલૂનના ધંધાર્થીઓ અડધો દિવસ દુકાનો બંધ રાખશે તેવું જાહેર કર્યું છે.