વાંકાનેર : વાકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના નવા ઢુવા ગામ પાસે પાવર હાઉસની પાછળ આવેલ ઓરડીમાં દેશી દારૂની રેડ કરી હતી. પોલીસે આ સ્થળેથી દેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરના નવા ઢુવા ગામ પાસે પાવર હાઉસની પાછળ આવેલ ઓરડીમાં પોલીસે રેડ કરીને દેશી દારૂના કુલ બાચકા નંગ-૪ જેમા ૫ લીટરની ક્ષમતા વાળી કોથળીઓ નંગ-૩૦ તથા ૨૫૦ મી.લી. ની ક્ષમતાવાળી પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૨૦૦ મળી કુલ કેફીપીણુ આશરે લીટર-૨૦૦ કિંમત રૂ. ૪૦૦૦ ના મુદામાલ સાથે આરોપીઓ કિશનભા પ્રવિણભા લાંબા (ઉ.વ.૨૩, રહે. મહેન્દ્રનગર, સર્મપણ હોસ્પીટલ પાછળ, ગાયત્રીનગર, મોરબી-ર), મહેશભાઇ જીવાભાઇ સોંલકી (ઉ.વ.૨૩, રહે. મોરબી, કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વર પાણીના ટાંકાની બાજુમાં, મફતીયાપરામાં, મોરબી-ર), રાજેશભાઇ જીવાભાઇ સોંલકી (ઉ.વ.૨૮, રહે. મોરબી, કુબેરટોકીઝ પાછળ, શોભેશ્વર પાણીના ટાંકાની બાજુમાં, મફતીયાપરામાં, મોરબી-ર) તથા શંકરભાઇ બાબુભાઇ અખીયાણી (ઉ.વ.૨૯, રહે. મોરબી કુબેરટોકીઝ પાછળ શોભેશ્વર પાણીના ટાંકાની બાજુમાં, મફતીયાપરામાં, મોરબી) ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.