વાંકાનેર : વાંકાનેરમાં ઐતિહાસિક ધર્મસ્થાન શાહબાવા દરગાહનો વહીવટ મામલતદારના અધ્યક્ષ સ્થાને થતો હોય તેમજ તેની વહીવટી સમિતિની દર પાંચ વર્ષે પુનઃરચના થતી હોય હાલ 8 સભ્યોની આ સમિતિનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. જેથી કલેકટર દ્વારા સંસ્થાની વહીવટી કમિટીની પુનઃ રચના કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. સરકાર દ્વારા વિચારણાને અંતે સંસ્થાનો વહીવટ કરવા માટે નિયમોનુસાર નવી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ તરીકે મામલતદાર, સભ્ય તરીકે મહમદ રહેમાનભાઈ રાઠોડ, જલાલ હાજીભાઈ સેરસિયા, ભાઈખાનભાઈ બ્લોચ, કાદરી બશિરભાઈ, પરમાર મહમદ હનીફભાઈ, બાદી હુસેન અમીભાઈ અને કડીવાર હબીબભાઈની નિમણુંક કરવામાં આવી છે. આ સમિતિની મુદત પાંચ વર્ષની રખાઈ છે.