વાંકાનેર: વાલાસણ ગામનો 11 વર્ષનો વિધાર્થી કડીવાર નીશાંત ઈલ્મુદીન નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ (NTSE) મા વાંકાનેર તાલુકામા પ્રથમ સ્થાન અને મોરબી જીલ્લામા સાતમો સ્થાન મેળવીને પોતાની નાની ઉંમરમા મોટું (સારું) ટેલેન્ટ NTSE પરીક્ષામાં પ્રુવ કર્યું છે. વાંકાનેર તાલુકાના વલાસણ ગામના એક મધ્યમવર્ગી પરિવારમાં ઉછરેલ બાળક એટલે નિશાંત કડીવાર, નીશાંતના મમ્મી પપ્પા વ્યવસાયે શિક્ષક છે ,નિશાંતના પપ્પા વાલાસણની રજા વિદ્યાલયમાં પ્રાઇમરી સ્કૂલના આચાર્ય છે અને મમ્મી વાલાસણની આંગણવાડીનું સંચાલન કરે છે. નિશાંતે આ સફળતા મેળવીને ગુજરાતી કહેવત 'દીવા નીચે અંધારું' બદલીને એ પુરવાર કર્યું છે કે.... સમય અને સંજોગના મારથી ઝળહળીત ન થઈ શકેલા દીવા નીચે નિશાંતે મહેનત અને મમ્મી પપ્પાના માર્ગદર્શનથી દીવાને રોશનીથી ઝળહળીત કરીને પપ્પાના અધૂરા અરમાન પુરા કરવાની રાહ પકકડી હોય એવું લાગે છે. નિશાંતે NTSE સ્કોલરશિપ પરીક્ષા ટિયુશન વગર પાસ કરી છે. પણ હા તેમના પપ્પા ગામની દુકાનના ઓટલા ભાંગવાને બદલે તેમના સંતાનના અભ્યાસમાં ધ્યાન આપ્યું. પરિણામે નિશાંત NTSEની examમાં વાંકાનેર તાલુકામા પ્રથમ ક્રમાંકે આવીને વાંકાનેર મુસ્લિમ સમાજ, પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે. આ પરીક્ષા વાંકાનેરમાંથી ઘણા બાળકોએ આપી હતી જેમા નીશાંતે સમગ્ર વાંકાનેરમાં પ્રથમ ક્રમાંક મેળવી ગૌરવપૂર્ણ સિધ્ધ હાસલ કરી છે. નિશાંત અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન તેમજ નિશાંત પોતાની ઉજ્વળ કારકિર્દીનું ઘડતર કરીને તેમના મમ્મી પપ્પાના સ્વપ્ના પુરા કરે તેવી શુભેચ્કછાઓ મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en