પંચાસરના ઉસ્માનભાઈ ભોરણીયાને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું: મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધાયોવાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર-મોરબી હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે વાંકાનેર પાસે વધુ એક ગંભીર અકસ્માતમાં પંચાસર ગામના એક વૃદ્ધનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના પંચાસર ગામના રહીશ ઉસ્માનભાઈ મીમનજીભાઈ ભોરણીયા (ઉ.વ. 67) પોતાનું મોટરસાયકલ (GJ-03-BP-6996) લઈને વાંકાનેર જડેશ્વર ચેમ્બરમાં આવેલી તેમના ભત્રીજા ગુલાબભાઈની ઓફિસે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે ઝાંઝર સિનેમા સામે સર્વિસ રોડ પરથી પસાર થતા સમયે સામેથી આવતા મોટરસાયકલ (GJ-36-BA-0258) ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવતા ઉસ્માનભાઈના બાઈક સાથે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઉસ્માનભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જનાર ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ બંને ઈજાગ્રસ્તોને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે ઉસ્માનભાઈ ભોરણીયાને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતક ઉસ્માનભાઈના પુત્ર આશીફભાઈ ભોરણીયાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ પીએસઆઇ ખીમા હાજા ભોચીયા ચલાવી રહ્યા છે.#MorbiUpdate #MorbiNews #Wankaner #Accident #RoadAccident #Panchasar #CrimeNews #Morbi