વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢૂંવા નજીક વીસ નાલા મામા પીર ની ડેરી પાસે ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ચાર શકજસોને ઝડપી લીધા હતા. જાણવા મળતી વિગતો મુજબ ઢુંવા નજીક આવેલ વિસ નાલા પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી ઉસ્માનભાઇ આહમદશા શાહમદાર જાતે.ફકીર ઉ.વ.૨૭ રહે.જુના ઢુવા તા.વાંકાનેર, હશનભાઇ સુલેમાનભાઇ નંગામરા જાતે.કચ્છી ઉ.વ.૨૧રહે. વીશીપરા મોરબી, સાદીકભાઇ ઉસ્માનભાઇ વડગામા ઉ.વ.૪૫ રહે.વાવડી રોડ મોરબી, અલીભાઇ અલાઉદીનભાઇ કડીવાર જાતે.મોમીન ઉ.વ.૪૦ રહે.ગુલશન પાર્ક વાળાને ઝડપી લીધા હતા. વધુમાં પોલીસે કુલ રોકડ રૂપીયા ૨૮૩૦/- તથા પ્લ્સર મોટર સાયકલ કિ.રૂ.૨૫૦૦૦/-નુ મળી કુલ કિ.રૂ.૨૭૮૩૦/-ના મુદામાલ સાથે ચારેય આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.