વાંકાનેર : વાંકાનેરના ઢુંવા નજીક મહાનદીના પુલ પાસે આઈવા ડમ્પરમાંથી વેસ્ટ માલ ખાલી કરી રહેલા પ્રવિણભાઇ સોમાભાઇ અણીયારી કોળી ઉ.૩૦ રહે. નવા ઢુવા તા. વાંકાનેર વાળાને રમેશભાઇ નાનજીભાઇ મકવાણા, ઉવ ૪૫ રહે. જુના ઢુવા તા. વાંકાનેરવાળાએ અહીં માલ ખાલી ન કરતો કહી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.