મોરબી : મોરબી જિલ્લામાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. વાંકાનેર વિધાનસભામાં મતદાન શરૂ કરતાં પેહલા બે થી ત્રણ બુથ પર મોકપોલ દરમિયાન અમુક મશીનોમાં ખામી જણાતા તેમને બદલવામાં આવ્યા છે.આ અંગે વાંકાનેર ચૂંટણી અધિકારી ગઢવીએ જણાવ્યું હતું કે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં મોકપોલ દરમિયાન 303 નંબરના બૂથમાં 1 BU, 3 CU અને 3 VVPT મશીનમાં ખામી સામે આવતા તેમને બદલવામાં આવ્યા છે. હાલ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.