વાંકાનેર : રાજકોટના કુવાડવા રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા બીપીનભાઇ કરમશીભાઇ પીપળીયા, ઉ.55 નામના આધેડ ગઈકાલે વાંકાનેર તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલ માટેલિયા ધરામાં ડૂબી વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી છે.