ભારતીય કિશાન સંઘ સદસ્યતા અભિયાન અંતર્ગત વાંકાનેરમાં સાયકલ યાત્રાનો પ્રારંભ વાંકાનેર : ભારતીય કિશાન સંઘ સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા પ્રમુખ જિલેશકુમાર બી. કાલરીયા દ્વારા પાંચ દિવસ સાયકલ યાત્રાના પ્રથમ દિવસે તા. 6 એપ્રિલના રોજ વાંકાનેર તાલુકાનો સાયકલ પ્રવાસ કરવામાં આવ્યો હતો. આ યાત્રા જડેશ્વરથી શરૂ કરી તીથવા, અમરસર, કાલાવડી, કણકોટ, ખેરવા, વણજારા, ઘીયાવાડ, ખીજડીયાથી સિંધાવદર લાલજી ભગતની જગ્યાએ પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ સિંધાવદર મિટિંગ કરીને પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે આ યાત્રામાં સદસ્યતા અભિયાન સાથે જમીન સુપોષણ અને સંરક્ષણ અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી.