વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામે આવેલ વાડીએ રહેતી પરિણીતાએ કોઇ કારણોસર કપાસમાં છાંટવાની દવા પી.લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ થાનગઢની વતની અને હાલ વાંકાનેર તાલુકાના સરધારકા ગામે એવલ વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતી મનીષાબેન રાહુલભાઈ સાપરા ઉ.વ.20 નામની પરિણીતાએ ગત તા.4 ના રોજ કોઈ કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું.મૃતકનો બે વર્ષનો લગ્નગાળો અને સંતાનમાં કઈ ન હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે.આજે આ બનાવના રાજકોટ તરફથી કાગળિયા આવતા વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.