વાંકાનેર : વાંકાનેર સીટીમાં દિવ્યાંગ કિશોર મળી આવતા વાંકાનેર પોલીસે ચાઇલ્ફ વેલ્ફેર કમિટીની મદદથી તેમના પરિવારને શોધી દિવ્યાંગ તરુણનું તેના પરિવાર સાથે મિલન કરાવી આપવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ 0 થી 18 વર્ષના ગુમ થયેલા બાળકોને શોધવા સૂચના આપવામાં આવેલ હોય, તે અંર્તગત ગત તા. 21/11/2021ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બહેરો મૂંગો કિશોર (ઉ.વ.14) મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. બી. જી. સરવૈયા તથા પો.હેડ.કોન્સટેબલ જી. પી. ટાપરીયા તથા પો.કોન્સટેબલ જનકભાઈ ચાવડાએ દિવ્યાંગ તરુણ મુકેશભાઈ દશરથભાઈ સાહની, જે અરાજીમાફી સાગારપાલી, બલિયા, યુ.પી.માં રહે છે, તેને ચાઇલ્ફ વેલ્ફેર કમિટીના ચેરમેનના સંપર્કમાં રહી તા. 23ના રોજ તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..