કોર્ટના સજા વોરંટથી બચવા ફરાર સુરેન્દ્રનગરના શખ્સને ભાટિયા સોસાયટીમાંથી પકડી મોરબી એ ડિવિઝનને સોંપાયોવાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર સીટી પોલીસે સજાના વોરંટથી બચવા છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લીધો છે.વિગત મુજબ, વાંકાનેર સીટી પોલીસને બાતમી મળી હતી કે મોરબીની એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટના ક્રિમિનલ કેસ નંબર 3333/2022 ના કામે સજા વોરંટ અને બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ થતાં ધરપકડ ટાળવા નાસતો ફરતો આરોપી હાલ વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે હાજર છે. જેના આધારે પોલીસે આરોપી કેતન હિમતભાઈ પરમાર(મૂળ સુરેન્દ્રનગર)ને ઝડપી લીધો હતો. વાંકાનેર સીટી પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની તજવીજ અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી વાંકાનેર સીટી પીઆઈ જે. એસ. ગામીત, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિશ્વરાજસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #WankanerPolice #CrimeNews #WantedAccused #GujaratPolice #Surendranagar