નેશનલ હાઇવે પર પાર્કિંગ કરતાં વાહનો પર ટ્રાફિક અડચણના કેસ કર્યા : વાહનચાલકોમાં ફફડાટ વાંકાનેર : વાંકાનેરમાં ટ્રાફિક સમસ્યા પર પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ છે અને ટ્રાફિક નિયમન કરાવવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવે છે પરંતુ પ્રજામાં પણ ટ્રાફિક સેન્સનો અભાવ હોય પોલીસની હાજરી હોય ત્યાં સુધી બધું વ્યવસ્થિત રહે છે પરંતુ પોલીસની ગેરહાજરીમાં ટ્રાફિકજામ જોવા મળે છે. આવી શહેર જેવી જ હાલત વાંકાનેર નેશનલ હાઈવે પર જોવા મળે છે જેમાં ખાસ કરીને નેશનલ હાઇવે પર બન્ને બાજુ ઈકો ચાલકો, રીક્ષા ચાલકો અને ટ્રકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્કીંગ કરી ટ્રાફિકને નડતરરૂપ બનતાં હોય છે. હાઇવે પર વાહનોના થપ્પા લાગતાં નેશનલ હાઈવે પર પસાર થતાં વાહન ચાલકોને હેવી ટ્રાફિકમાંથી પસાર થવું પડે છે અને અવારનવાર એક્સિડન્ટના બનાવો બનતા રહે છે. આજે નેશનલ હાઈવે પર ગેરકાયદેસર પાર્કિંગની બાબત વાંકાનેર સીટી પીએસઆઇ આર. પી. જાડેજા ના ધ્યાન પર આવતાં ટ્રાફિક જવાનોને સાથે રાખી નેશનલ હાઇવે પર ગેરકાયદેસર ઊભાં રહેતાં વાહન ચાલકો પર કેસ કરી નેશનલ હાઈવે ક્લિયર કરાવેલ અને પાર્કિંગ કરતાં વાહનચાલકોને ચેતવણી પણ આપેલ કે ક્યારેય પણ હાઈવે પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે પાર્કિંગ કરવું નહીં.નેશનલ હાઈવે અને સર્વિસ રોડ પર પાર્કિંગ કરેલ વાહનો પર કેસ કરતાં વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયેલ અને નેશનલ હાઈવે આજે એકદમ ટ્રાફિક વગર જોવા મળેલ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en