ટંકારા : શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યમાં 18 ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની ધ્રોલ બદલી કરવામાં આવી છે. તેની જગ્યાએ અમરેલીથી ધવલ વેકરિયાને વાંકાનેર ચીફ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગિરીશ સરૈયાને ટંકારા નગરપાલિકાનો ચાર્જ પણ સોંપાયો હતો. જે હાલ યથાવત રાખવામાં આવ્યો છે .