સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે બાઈક રેલી કાઢી તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા વાંકાનેર : વાંકાનેરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ફુલહાર અર્પણ કરાયા હતા અને સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઇ 1949 થી વિધાર્થીઓ ના પ્રશ્નો ના નિરાકરણ માટે રચનાત્મક અને આંદોલનાત્મક કાર્ય કરતું દેશ નું સૌથી મોટું સંગઠન છે.ત્યારે આજે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે ABVP વાંકાનેર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. ABVP વાંકાનેર દ્વારા આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંકાનેર ગરાસીયા બોડીંગ ખાતેથી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને વાંકાનેર જકાતનાકા ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફુલહાર કરી સમાપ્ત કરવામાં આવી હતી. આ બાઇક રેલીનું આયોજન ABVP વાંકાનેર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.આ બાઈક રેલીમાં વાંકાનેર તાલુકા યુવા ભાજપની ટીમ જોડાઈ હતી.