વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપન્યુ હતું.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા ભુપતભાઈ ડાભીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે કે તેના પિતા સોડાભાઈ ગેલાભાઈ ડાભી (ઉં ૬૦) કે જેઓ પાંચાભાઇ વાલાભાઇ ડાભીના બાઇક નંબર જીજે ૧૩ એસ ૬૫૧૪માં પાછળ બેસીને જતાં હતાં ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વખતે તેઓના બાઇકને ટ્રક ચાલકે અડફેટે લીધા હતાં જેથી બાઇકમાં પાછળ બેઠેલા ફરિયાદી ભુપતભાઈના પિતા સોડાભાઈ આ ટ્રકના પાછળના જોટામાં આવી જતાં તેનુ ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું અને પાંચાભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક નંબર આરજે ૮ જીબી ૭૩૫૨ના ચાલકની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. જે બનાવની વધુ તપાસ બીટ જમાદાર ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274