વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક આઇસર ચાલકે9 ચાલીને જતા મહિલાને હડફેટે લઈ ઇજા પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક આયસર નંબર જી.જે.૧૬.એક્સ. ૬૪૧૨ ના ચાલકે પુરઝડપે બેફીકરાઇથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી રોડ પર ચાલીને જતા સંગીતાબેનને હડફેટે લઈ માથામા પગમા ગંભીર ઇજા કરી વાહન મુકી નાસી ગયો હતો. આ મામલે રાજકોટના ધવલભાઈ બચુભાઇ વાઘેલાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર નંબરને આધારે ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.