વૃદ્ધએ બે શખ્સો સામે હુમલો કર્યાની વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામે વાડી પાસે રેતી કાઢવાની ના પાડતા વૃદ્ધ પર બે શખ્સોએ હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે વૃદ્ધની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા સવજીભાઈ મેપાભાઈ બાંભણીયા ઉ.વ.65 નામના વૃદ્ધએ તે જ ગામે રહેતા સતાભાઈ લાખાભાઈ ભરવાડ અને નવધણભાઈ સતાભાઈ ભરવાડ સામે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તા.27ના રોજ વાંકાનેર તાલુકાના કોઠી ગામે આવેલ મચ્છુ નદીના કાંઠા પાસેની પોતાની વાડી પાસે હતા.તે સમયે બન્ને આરોપીઓને પોતાની વાડી પાસેથી રેતી કાઢવાની તેમણે ના પાડી હતી.આથી આ બાબતથી ઉશ્કેરાયેલા બન્ને આરોપીઓ વૃદ્ધને ગાળો આપી લોખડના પાઇપ વડે તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આથી વૃદ્ધએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. e