વાંકાનેર : વાંકાનેર તથા મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રોજગાર કચેરી દ્વારા તારીખ 19ને શુક્રવારે સવારે 9:00 કલાકે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન ગાયત્રી મંદિર, રાજકોટ રોડ, આઈ.ટી,આઈ. કોલેજની પાછળ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. વાંકાનેર અને મોરબીની આઈ.ટી.આઈ. તથા રોજગાર કચેરી દ્વારા 19મીએ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું આયોજન ધોરણ 8 થી 12 પાસ તથા આઈ.ટી.આઈ. પાસ અને કોઈ પણ સ્નાતક ઉમેદવાર માટે કરવામાં આવ્યું છે. આ એપ્રેન્ટીસ તાલીમ સાથે ઉમેદવારોને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે. આ ભરતી મેળામાં www.apprenticeshipindia.org પોર્ટલ પર એકમો તથા ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ તેમના બાયોડેટા(માતાના નામ સાથે), આધારકાર્ડની ઝેરોક્સ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ઝેરોક્સ, લીવીંગ સર્ટિફિકેટ અથવા જન્મતારીખનો દાખલો અને પાછળ પોતાની સહી કરેલો પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે રાખવા માટે જણાવાયું છે. વધુ માહિતી માટે હિતેશ બોપલીયા (આસિસ્ટન્ટ એપ્રેન્ટીસ એડવાઈઝર, મોરબી-મો.ન. 7016639451), પી.એમ. પટેલ (આસિસ્ટન્ટ એપ્રેન્ટીસ એડવાઈઝર, વાંકાનેર-મો.ન. 9825550154) તથા મોરબી જિલ્લાની નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne