વાંકાનેર : વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજના નવા હોદેદારોની નિમણૂક કરવામાં કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં સમસ્ત બ્રહ્મસમાજ વાંકાનેરની મીટીંગ કૈલાશ આશ્રમે રાખવામાં આવેલ હતી. કૈલાશ આશ્રમના મહંત પ્રભુદાસભાઈ પંડયાને પ્રમુખ સ્થાન આપી અને કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મસેના સૌરાષ્ટ્રના કન્વીનર ભરતભાઈ ઓઝા, રજનીભાઇ રાવલ, નિમીતભાઈ જોષી, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝા મંચસ્થ હતાં. કાર્યક્રમ દરમિયાન ભરતભાઈ ઓઝા, રજનીભાઈ રાવલ, નિસીતભાઈ જોષી એ સમાજને સંગઠીત કરી અને હવેના વિકટ સમયમાં સમાજના જે સામાન્ય બ્રાહ્મણો છે, તેને કઈ રીતે આગળ લાવવા તેમજ તેમના માટે શિક્ષણમાં, વ્યવસાયમાં કઈ રીતે ઉપયોગી થવું તેની સમજણ આપી હતી. અને કોરોના કાળમાં બ્રહ્મસમાજના જે લોકો અવસાન પામ્યા હોઇ તેમને ભગવાન શાંતી આપે તેવી પ્રાર્થના કરેલ હતી. ત્યારબાદ સમસ્ત બ્રહ્મસમાજના હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે જયેશભાઈ કાંતીલાલ ઓઝા, ઉપપ્રમુખ પદે રાજેશભાઈ મઢવી તથા મંત્રી પદે અશોકભાઈ જોષીની વરણી કરવામાં આવી હતી.કારોબારી સભ્યો તરીકે સુરેશભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ ઉપાધ્યાય, સંજયભાઈ લહેરૂ, પુષ્કરભાઈ ત્રિવેદી, જયેશભાઈ મહેતા, પ્રમોદભાઈ અત્રી, મુકેશભાઈ પંડયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, યુવા પાંખના પ્રમુખ તરીકે દુષ્યંતભાઇ ઠાકર, ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઈ દાદલ અને મંત્રી તરીકે પ્રિયંકભાઈ રાવલને જવાબદારી સોંપવામાં આવી હતી. આમ, મંચસ્થ મહાનુભાવોએ જે નામ રાખ્યા તે સૌએ સર્વાનુમતે સ્વીકારી અને હર હર મહાદેવ તેમજ જય જય પરશુરામના નારા સાથે હોદેદારોને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમના અંતે અધ્યક્ષ પ્રભુદાસભાઈ પંડયા દ્વારા શીખ અને આશીર્વચન પાઠવ્યા હતાં. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..