વાંકાનેર : મોરબી એલસીબી પીઆઇ વી.બી. જાડેજા,પીએસઆઇ એન.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના જયેશ વાઘેલા, બ્રિજેશ કાસુંદરાને બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહીબિશન એકટ હેઠળના ગુનાનો આરોપી વસીમ હારુન મૂલતાની પિંજારા રહે. રાજકોટ સ્વાતિપાર્ક વાળો તેના ઘર પાસે હોય મળેલી બાતમી આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડના એ.એસ.આઇ હીરાભાઈ ચાવડા,હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત વામજા, જયવંત સિંહ ગોહિલ,સંજય પટેલ રજની કૈલા સહિતનાએ આરોપીના ઘર પાસે વોચ ગોઠવી હતી અને આરોપી વસીમને ઝડપી લીધો હતો.વધુ તપાસ માટે પોલીસ મથક હવાલે કર્યો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.