મોરબી એલ.સી.બી.ની ટીમે નાગપુરના રામટેક RTO ચેકપોસ્ટ પરથી આરોપીને દબોચ્યોવાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને મોરબી LCB/ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે.મળતી માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 10/15, IPC કલમ 363, 366, 376 મુજબના ગુનાનો આરોપી મુસ્લિમખાન સાહાબુદ્દીનખાન ઉર્ફે સાહાબુદ્દીનખાન (ઉંમર 30, રહે. ઈશ્વરીસિંહ નાગલા, તા. કમાન, જી. ભરતપુર, રાજસ્થાન) છેલ્લા 11 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો.હાલમાં તે ડ્રાઇવિંગનું કામ કરતો હતો અને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી પસાર થવાનો છે તેવી ચોક્કસ બાતમી પેરોલ ફર્લો સ્ક્વોડના HC જયેશભાઈ વાઘેલા, PC બ્રિજેશભાઈ કાંસુન્દ્રા તથા PC કૌશિકભાઈ મણવરને મળી હતી. જેના આધારે પોલીસ ટીમે મહારાષ્ટ્રના નાગપુર સ્થિત રામટેક RTO ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ કર્યા બાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.કામગીરી કરનાર પોલીસ ટીમઆ કામગીરી LCB I/c પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, LCB પો.સબ.ઇન્સ. બી.ડી. ભટ્ટ, પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. વી.જી. માલાણી તથા LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી.#MorbiNews #Wankaner #MorbiPolice #CrimeNews #Nagpur #GujaratPolice #MorbiUpdate #Morbi