વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ એક કારખાનામાં એક યુવકને શોટ લાગતા યુવકનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 13ના રોજ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એબોજા કારખાનામાં 24 વર્ષીય ધર્મેન્દ્રકુમારસીંગને ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું છે. બાદમાં ધર્મેન્દ્રકુમારસીંગના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.