વાંકાનેર : વાંકાનેર નજીક એક સીરામીક ફેક્ટરીમાં લોડર હડફેટે આવી જતા મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. આ બનાવની મળતી માહિતી મુજબ મૂળ એમપીના વતની પ્રેમસિંહ થાવરીયાભાઈ નીનામાં (ઉ.વ. 29)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની માતા પારીબાઈ વરમોરા સિરામિકના માટી ખાતામાં કામ કરતા હતા. તે વખતે લોડર જીજે ૩૬ એસ ૨૨૧૩ ના ચાલકે અચાનક લોડર રીવર્સ લીધી હતી. આથી, અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate