વાંકાનેર : વાંકાનેરની શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિધાલયની ધો. 10 અને 12ની વિધાર્થીનીઓ માટે બોર્ડની જાહેર પરીક્ષા માટે શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરવા માટેના પ્રયાસ સ્વરૂપે મારી વ્હાલી પરીક્ષાના ભાગરૂપે તનાવમુક્ત પરીક્ષા અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્શનાબેન દોમડિયા અને કવનભાઈ દતાણી કે જેઓ 'આસ્ક એકેડમીના ડાયરેકટર' અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે, તેમના દ્રારા પરીક્ષા સમયે વિધાર્થીઓ ભયમુક્ત બની રહે, તે માટે 2 કલાક સેમીનારનું આયોજન કર્યું હતું. આ તકે બોર્ડની વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષામાં D.O સોલંકી સાહેબની મુલાકાત હોય, તેથી આ તકે અંતરથી શુભકામનાઓ પાઠવી હતી તેમજ વિધાર્થીઓ તનાવમુક્ત પરીક્ષા આપે તે માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમનું આયોજન શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિધાલયના પ્રધાનચાર્ય દર્શનાબેન જે. જાની અને આચાર્યગણ દ્રારા ખૂબ જ સારી રીતે થયું હતું. તેમજ વાલીઓની પણ પ્રેરક ઉપસ્થતી રહી હતી.