વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે માટેલ ગામ દશામાના મંદીર પાસે થેલીમાં ઈંગ્લીશ દારૂ બોટલ લઈને નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ગઈકાલે પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન વાંકાનેરના માટેલ ગામ દશામાના મંદીર પાસે પોલીસે થેલીમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની ૫૦-૫૦ ટ્રીપલ એકસ રમ ફોર સેલ ઇન રાજસ્થાન ઓનર્લી લખેલ કંપની શીલ પેક બોટલ નંગ-૧ કી.રૂ.૩૦૦ ની સાથે નીકળેલા આરોપી લાલજીભાઇ ટીશાભાઇ સરાવાડીયા (ઉ.વ-૨૨ ધંધો-વેપાર રહે-માટેલ ધરા પાસે માટેલ તા-વાંકાનેર) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સામે પ્રોહી.એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.